Latest News Dahod Latest News Feed Video News

  Latest News - Dahod In courtesy of 
કોંગ્રેસનું મોદીને સમર્થન! ગુજરાતમાં ક્યાં બની 'દૂર્લભ' ઘટના?Back to News Index 

- કોંગ્રેસ શાસિત દાહોદ તાલુકા પંચાયતમાં સદભાવના મિશનને સમર્થનની દરખાસ્ત સવૉનુમતે મંજૂર - કેવા તર્ક સાથે મુદ્દો મંજૂર કરાયો તે સંશોધનનો વિષય - જિલ્લામાં એકમાત્ર દાહોદ તાલુકા પંચાયતમાં કોંગીનું શાસન છેદાહોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા સોમવારે બપોરે કચેરીના  સભાખંડમાં મળી હતી.  આ સામાન્ય સભાના એજન્ડામાં કુલ પાંચ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીના સદભાવના મિશન કાર્યક્રમને દાહોદ તાલુકા પંચાયતના સમર્થન આપવા બાબતનો મુદ્દો પણ સામેલ હતો. ત્યારે જિલ્લામાં એક માત્ર કોંગ્રેસશાસિત તાલુકા પંચાયતે પણ સદભાવના મિશનને  સમર્થન આપતાં હવે કોંગ્રેસીઓ પણ આ મિશનમાં જોડાતાં ઘણાં  રાજકીય પ્રશ્નાર્થો સજૉયા છે.

દાહોદ જિલ્લામાં સાત તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાંથી એક માત્ર દાહોદ  તાલુકા પંચાયતમાં જ કોંગ્રેસનું શાસન છે. બહુ પાતળી બહુમતી હોવાથી કોંગ્રેસે અપક્ષોના ટેકાથી દાહોદ તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. આમ દાહોદ જિલ્લામાં મહત્તમ ધારાસભ્યો અને સાંસદ કોંગ્રેસના હોવા છતાં પંચાયતી રાજ્યની સંસ્થાઓમાં પક્ષે ઉંધા માથે પછડાટ ખાતાં તે વખતે પણ ઘણી અટકળો વહેતી થઇ હતી.

બીજી તરફ હાલમાં રાજ્યભરમાં જિલ્લે જિલ્લે મુખ્યમંત્રીના સદભાવના મિશનના એક દિવસીય ઉપવાસના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ સત્કર્મ ઉપવાસ દ્વારા કરી રહી છે. દાહોદમાં પણ તારીખ ૪ ફેબ્રુઆરીના રોજ સદભાવના ઉપવાસનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દાહોદ તાલુકા પંચાયતની હદમાં યોજાનાર છે.

જેથી સોમવારના રોજ દાહોદ તાલુકા પંચાયતમાં બપોરે ૧ કલાકે મળેલી સામાન્ય સભામાં સદભાવના મિશનના કાર્યક્રમને સમર્થન આપવાનો મુદ્દો સામેલ કરવામાં આવ્યો હતો. આ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત હોવા છતાં સદભાવનાને સમર્થન આપવાની ચોથા નંબરની દરખાસ્ત સવૉનુમતે મંજૂર કરવામાં આવતાં રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ પાડોશી જિલ્લા પંચમહાલમાં સદભાવનાનો વિરોધ કરવા કોંગ્રેસના માંધાતાઓ દોડી આવ્યા હતા. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતાં દાહોદ જિલ્લામાં જિલ્લા મથક દાહોદની અને જિલ્લામાં એક માત્ર કોંગી શાસિત તાલુકા પંચાયતે મોદીના સદભાવના મિશનને સમર્થન આપતાં કોંગ્રેસના છીછરા વિરોધની પોલ ખુલી ગઇ છે.

સામાન્ય સભામાં ઉપ-પ્રમુખે સ્પષ્ટતા માગી

સામાન્ય સભામાં તાલુકા પંચાયતમાં જે તે વખતે અપક્ષ ચૂંટાયેલા અને કોંગી સભ્યોના ટેકાથી ઉપપ્રમુખ બનેલા નિકુંજ મેડા પણ હાજર હતા. તેઓએ સદભાવના મિશનને તાલુકા પંચાયતના સમર્થનની દરખાસ્ત આવતાં આ કાર્યક્રમને કેવું સમર્થન તે બાબતે સ્પષ્ટતાં માંગી હતી. તે વખતે ટીડીઓએ હદ બાબતની જાણકારી આપતાં લાંબી ચર્ચા કે કોઇ પણ કોંગી સભ્યે ચર્ચા કે વિરોધ નોંધાવ્યો ન હતો.

બોલો! ધારાસભ્ય પણ હાજર હતાં

કોંગ્રેસશાસિત દાહોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સદભાવના મિશન અંગે તાલુકા પંચાયતના સમર્થન બાબતની દરખાસ્ત રજૂ કરવામાં આવી, ત્યારે તાલુકા પંચાયતના સભ્યો સાથે કોંગી ધારાસભ્ય અને હાલમાં જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદની જવાબદારી’’ માંથી મુકત કરાયેલા બચુભાઇ કિશોરી પણ હાજર હોવા છતાં આ મુદ્દો કેવા તર્ક સાથે મંજૂર કરાયો તે ચર્ચાનો વિષય બન્યો છે.

મુખ્યમંત્રીના મનમાં સાચી સદભાવના આવે

દાહોદ તાલુકા પંચાયતના સદભાવના મિશન કાર્યક્રમને સમર્થન આપવા બાબતે સભામાં ઉપસ્થિત રહેલા લીમડીના ધારાસભ્ય બચુભાઇ કિશોરીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે ખરેખર તો સાચા અર્થમાં નરેન્દ્ર મોદીના મનમાં સદભાવના અને તેમને સદબુદ્ધિ આપે તે જરૂરી છે. કારણ કે જિલ્લામાં લાખો રૂપિયાના વિકાસ કામો અટકી ગયા છે. બચુભાઇ કિશોરી, ધારાસભ્ય