Latest News Feed
Video News
Latest News - Dahod
In courtesy of
નાઈજિરિયામાં ત્રાસવાદીઓનો ખૂની ખેલ, ભોગ બન્યો ગુજરાતીBack to News Index
- ઘટનાની સત્યતા અંગે અનેક અટકળો સાથે ઉત્તેજના
નાઈજિરિયામાં ધંધા અર્થો ગયેલા ગુજરાતી યુવાનનું સિરિયલ બ્લાસ્ટમાં મોત નિપજ્યું હોવાના અહેવાલ છે. દેવગઢ બારિયાનો વતની કેવલ રાજપુત નાઈજિરિયાના કાનો શહેરમાં ડ્રાઈવીંગનું કામ કરતો હતો. કેવલ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, સમાચાર સંસ્થા આઈએએનએસના અહેવાલ મુજબ આ યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ દેવગઢ બારિયામાં થતાં જ તેના પરિવાર અને સ્વજનોમાં ભારે ગભરાટ સાથે ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતાં.
નાઇજિરિયાના બીજા સૌથી મોટા શહેર કાનોમાં આત્મઘાતી બોમ્બર્સ ના ઉપયોગથી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં ૧૦૦થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના રાણીવાવ વિસ્તારમાં રહેતા કાળીદાસ રાજપુતનો પુત્ર કેવલ કુમાર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
દિવ્યભાસ્કર દ્વારા નાઇજિરિયા ખાતે બીપીનભાઇ થનકારિયા સાથે સીધી ટેલીફોનિક વાતચિત કરવામાં આવતાં તેમને જણાવ્યું હતુ કે, છ માસ અગાઉ હું અને કેવલ સાથે કામ કરતાં હતાં. પરંતું મારી તબીયત ખરાબ હોવાના કારણે હાલમાં મે લાઓસ સ્થળાંતર કર્યું છે. શનિવારે મારી પાસે મેસેજ આવ્યો હતો કે તમે જે ગાડી વાપરતાં હતાં તે ગાડીમાં બ્લાસ્ટ થયો છે અને છ લાશો પડી છે. તેથી મેં સ્થાનિક ડ્રાઇવર પાસે તપાસ કરાવી હતી. જેમાં એક લાશ પરથી કેવલ રાજપુતનું આઇકાર્ડ મળી આવ્યું હતું. ઉપરાંત આ કારમાં પડેલી છ લાશ પરથી કેટલાક નેપાળ અને મુબંઇના આઇ કાર્ડ પણ મળી આવ્યા હતાં.
જોકે હાલમાં કાનોમાં ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે સોમવારે જ સાચી વાત બહાર આવી શકે તેમ હોવાનું બીપીનભાઇએ જણાવ્યું હતું. કેવલ રાજપુત છેલ્લા દસેક મહિનાથી નાઇજિરીયાના કાનો શહેરમાં ગયો હતો અને ત્યાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતો.નાઇજિરિયામાં બ્લાસ્ટ થયા બાદ બિપીનભાઇ થનકારીયાનો બારિયાના ધારાસભ્ય તુષાર સિંહ બાબા ઉપર પણ ફોન આવ્યો હતો કે, તમારા બારિયાનો કેવલ કુમાર કાલીદાસ રાજપુત નામનો યુવાન ઘાયલ થયો છે. આ સમાચાર ધારાસભ્ય દ્વારા તેના પરિવારને પહોંચાડવામાં આવતાં જ પરિવારહેબતાઇ ગયો હતો.
