Latest News Dahod Latest News Feed Video News

  Latest News - Dahod In courtesy of 
દાહોદમાં ૭૧પ બાળકોએ ચિત્ર સ્પર્ધામાં એક્સાથે ચિત્રો દોર્યાBack to News Index 
-તા. ૨૬થી ૩૦ દરમિયાન દાહોદમાં નારાયણ દેસાઇની ગાંધીકથા

દાહોદ શહેરમાં ગાંધી કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કથા નારાયણભાઇ દેસાઇ દ્વારા થનાર છે.ત્યારે તે પૂર્વે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં નારાયણભાઇએ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે ગાંધીજી પ્રજાના પ્રતિનિધિ હતા.હાલના રાજકારણીઓ રાજાના પ્રતિનિધિ છે.નારાયણભાઇએ પોતાના વિચારો તેમજ ગાંધીજીના સમયની ઘણી યાદો વર્ણવી હતી.દાહોદમાં તેમના દ્વારા ૯પમી ગાંધી કથા યોજાઇ રહી છે.

દાહોદ શહેરમાં પ્રથમ વખત ગાંધી કથાનું આયોજન ગાંધી કથા આયોજન સમિતિ દ્વારા તા ૨૬થી ૩૦ જાન્યુઆરી દરમિયાન રતિ કાકા ઓપન એર થિયેટર,એજ્યુકેશન સોસાયટી સંકુલમાં સાંજના ૪.૩૦થી ૭.૩૦ દરમિયાન કરવામાં આવ્યુ છે.ગાંધી કથા નારાયણભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવશે.

આ કથા પૂર્વે આજે તા ૨૬ના રોજ નારાયણભાઇ દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતા ગાંધીજીના સમયે અને આજના સમયના રાજકારણી વચ્ચે શુ તફાવત છ તેના જવાબમાં જણાવ્યુ હતું.કે પ્રજા અને રાજા જેટલો ફરક છે.ગાંધીજી પ્રજાના પ્રતિનિધિ હતા.અને હાલના પોલીટીશ્યનો રાજાના પ્રતિનિધિઓ છે.તેમ જણાવ્યુ હતું.નારાયણભાઇએ વધુમાં જણાવ્યુ હતું કે આ તેમની ૯પમી કથા છે.તેનો આરંભ ૨૦૦૪માં ગુજરાત વિદ્યાપીઠથી થયો હતો.

અત્યાર સુધીમાં ગુજરાતમાં ૬૬,ગુજરાત બહાર દેશના અન્ય પ્રદેશોમાં ૨૨ તેમજ વિદેશોમાં ૬ કથાઓ થઇ છે.ગાંધી કથા કરવાનો હેતુ ગાંધીજીના જીવનની વાત દ્વારા ગાંધીજીના વિચારો સમાજના જુદા જુદા વર્ગો સુધી પહોંચાડવાનો છે.અને આજકાલના પ્રશ્નોના ઉકેલ સારુ ગાંધી વિચારો કેટલાક પ્રસ્તુત છે.તે પણ સમજાવવાનો પ્રયાસ કરૂ છે.તેમ તેમણે જણાવ્યુ હતું.આયોજકો સુરેશભાઇ શેઠ,તેમજ નરસિંહભાઇ હઠીલાએ આ કાર્યક્રમનો લાભ લેવા જીલ્લાના લોકોને જણાવ્યુ છે.