Latest News Feed
Video News
Latest News - Dahod
In courtesy of
મેલણિયામાં ફીલાઇટ પથ્થરો ઉલેચવાનું કૌભાંડBack to News Index
- ગેરકાયદે ધમધમતી પ્રવૃત્તિ સામે ખાણ-ખનિજ ખાતાએ ઓચિંતો દરોડો પાડતાં બે નંબરીયાઓમાં નાસભાગ
- બે ટ્રેકટરો ખાણ ખનીજ વિભાગે ઝડપી પોલીસ-મથકના હવાલે કર્યા પરંતુ ચાલકો ફરાર
પંચમહાલની પુર્વપટ્ટીમાં અઢળક કુદરતી ખનીજ ભંડારાયેલું છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાની પુપુર્વપટ્ટીમાં પણ ખનીજ છે. પરંતુ સરકારી તંત્રની રહેમ નજર હેઠળ જ ખનીજ માફીયાઓ કાયદાની આંખમાં ધુળ નાંખીને બેફામ પણ ચોરી કરી રહ્યાં છે.જિલ્લાની પુર્વપટ્ટીમાં ડૉ.લોમાઇટ સહિત રેતીની બેફામ પણ ચોરી થઇ રહી છે.
જોકે ખાણ ખનીજ વિભાગ દ્વારા એકાદ બે દરોડા પાડીને સંતોષ માની લેતું હોય છે. તેવી જ રીતે ખાણ ખનીજ ખાતાએ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા મેલણીયા ગામે ફીલાઇટ પથ્થરોની ગેરકાયદે ચોરી કરતા હોવાની જાણ થતાં ઓચિંતો દરોડો પાડયો હતો. તંત્રના દરોડાના પગલે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ બે ટ્રેકટર હાથ લાગતાં વિભાગે જપ્ત કરીને પોલીસના હવાલે કર્યા હતાં.
ઝાલોદ નજીકના મેલણીયા ગામમાં આશરે બે હેકટર જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી અને ફીલાઇટ (ઝાલોદીયા પથ્થર) કાઢવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી હતી.ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરાતા દોડધામ મચી હતી.અને માલ ભરતા ટ્રેકટરો વાળા નાસી ગયા હતા.જો કે વિભાગે બે ટ્રેકટરો કબજે લઇ કાર્યવાહી કરી અને ટ્રેકટરો પોલીસ મથકે મોકલી આપ્યા હતા.
ઝાલોદ નગરમાં પ્રવેશવાના રસ્તે મેલણીયા ગામમાં પાછલા કેટલાંક મહિનાઓથી ગેરકાયદે ફીલાઇટ ખનિજ (ઝાલોદીયા પથ્થરો) બ્લાસ્ટીગ કરી ગેરકાયદેસર રીતે કાઢવામાં આવતા હતા.
આશરે બે હેકટર જેટલા વિસ્તારમાં આ ગેરકાયદે પ્રવૃત્તિની જાણ ખાણ ખનિજ વિભાગને થતા તાત્કાલિક અસરથી વિભાગની ટીમ ત્રાટકતા ભારે દોડધામ મચી હતી.અને અહિયા ભરાતા ટ્રેકટરો વાળા નાસી ગયા હતા. જોકે બે ટ્રેકટરો ને ઝડપવામાં વિભાગ કર્મીઓ સફળ રહ્યા હતા.વિભાગના અધિકારીઓએ બે ટ્રેકટરો વિરુધ્ધ કાર્યવાહી કરી અને તેને ઝાલોદ પોલીસ મથકે મોકલી આપ્યા હતા.અને આ બાબતની જાણ મામલતદારને કરી હતી.આ રેડ કરાતા તાલુકામાં ભારે ચકચાર મચી હતી.