Latest News Feed
Video News
Latest News - Dahod
In courtesy of
લીમખેડાના પશુચિકિત્સક ૧પ૦ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયાBack to News Index
- બળદની સારવાર માટે પશુ-પાલકે દોઢસો રૂપિયા આપ્યા હતા
લીમખેડાના પશુચિકિત્સકે પશુપાલકના બળદની સારવાર માટે ૧પ૦ રૂપિયા લીધા હતા. તેઓએ નાણાં બદલ કોઇ પહોંચ કે રસીદ પાઠવી નહોતી તે દરમિયાન દાહોદ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ દરોડો પાડી પશુચિકિત્સકને ઝડપી પાડ્યા હતા. તેમજ તેમની પાસેથી પૂરેપૂરા દોઢસો રૂપિયા પણ પરત મેળવ્યા હતા. લાંચ રૂશ્વત શાખાના પો.ઇન્સપેકટરે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પશુચિકિત્સક, લીમખેડાની ધરપકડ કરી હતી. તે સમયે પશુ ચિકિત્સકે લાંચ માટે રૂપિયા લીધા નથી તેવો સ્વબચાવ કર્યો હતો.
લીમખેડા તાલુકાના જેતપુર ગામના મનસુ અમરા ભરવાડ પોતાનો બળદ લઇ લીમખેડા પશુ દવાખાને સારવાર માટે સોમવારે આવ્યો હતો. તે દરમિયાન બપોરના સમયે દાહોદ લાંચ રૂશ્વત વિરોધી શાખાની ટુકડી પણ પશુ દવાખાનાની આસપાસ વોચમાં ગોઠવાઇ હતી. પશુપાલક મનસુખે પોતાના બળદની સારવાર માટે લીમખેડા પશુ ચિકિત્સક ડૉ.કમલેશ એલ.ગોસાઇને ૧પ૦ રૂપિયા આપ્યા હતા.
આ નાણાં બદલ ડૉ. ગોસાઇએ મનસુખ ભરવાડને કોઇ પહોંચ કે રસીદ આપી નહોતી. તે દરમિયાન લાંચ રૂશ્વત વિરોધી શાખા દાહોદના પોસઇ બી.એ.ચાવડાએ પોતાના સ્ટાફ તથા પંચોને સાથે રાખી પશુ દવાખાનામાં દરોડો પાડયો હતો. તે સમયે પશુ ચિકિત્સક ડૉ.ગોસાઇ પાસેથી ૧પ૦ રૂપિયા મળતાં પોલીસે તેને કબજે લીધા હતા. તેમજ બળદની સારવાર માટે દોઢસો રૂપિયાની લાંચ લીધાનું જણાઇ આવતાં ડૉ.ગોસાઇ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારના ઠરાવ મુજબ થતા પૈસા લીધા છે
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના ઠરાવ મુજબ પશુ સારવાર સંસ્થા ઉપર કે બહારની ખાનગી વિઝિટ દરમિયાન પશુ ચિકિત્સક અધિકારી દ્વારા પશુ સારવારમાં ઉપયોગમાં લેવાયેલ પોતાની દવા અને સાધન સામગ્રીની કિંમત પૂરેપૂરી વસૂલાતને પાત્ર હોય છે. જેથી અમોએ લીધેલ રૂપિયા વસૂલાતને પાત્ર હતા. પરંતુ પહોંચ કે રસીદ બનાવે તે પહેલાં જ લાંચ રૂશ્વત વિરોધી ટુકડીએ ઝડપી પાડ્યા હતા. પોતે નિદોeષ છે.
ડૉ.ગોસાઇ, પશુ ચિકિત્સક,લીમખેડા