Latest News Feed
Video News
Latest News - Dahod
In courtesy of
લીમખેડામાં ૩૮ લાખનાં કામોનું લોકાર્પણBack to News Index
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ૩૦૧ કામોની ખાત વિધિ અને લોકાર્પણ
લીમખેડા તાલુકા મથકે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૩૮.પપ લાખના ખર્ચે ૩૦૧ વિકાસ કાર્યો નું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
લીમખેડા તાલુકા મથકે ૬૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકામાં રસ્તા, શિક્ષણ સુવિધા, કૃષિ, આરોગ્ય, પાણી પુરવઠા, વીજળી કરણ, સહિતની યોજનાઓ અંતર્ગત ૩૮ કરોડ પપ લાખના ખર્ચે ૩૦૧ વિકાસ કાર્યો નું ત્રણ દિવસ દરમિયાન લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ અને પંચાયત મંત્રી જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબહેન રાવત, શિક્ષણ સમિતિના ચેરમેન એમ.ડી.પટેલ, જિલ્લા તાલુકા સદ્સ્યો, વહીવટી તંત્રના અધિકારી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિતેલા દસ વર્ષમાં લીમખેડા તાલુકામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત ૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના કારણે સમગ્ર તાલુકાની કાયાપલટ થઇ છે. જે ગુજરાત સરકારને આભારી હોવાનું મંત્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું.