Latest News Dahod Latest News Feed Video News

  Latest News - Dahod In courtesy of 
દાહોદ જિલ્લામાં એપ્રિલ માસમાં ગરીબ કલ્યાણ મેળાનાં આયોજનBack to News Index 
- દાહોદ જિલ્લા સંકલન સમિતિની યોજાયેલી બેઠકમાં નક્કી કરાયેલ કાર્યક્રમો

અતિ પછાત ઉંડાણવાળા છેવાડાના વિસ્તારમાં વસતા કુટુંબોને વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ હાથોહાથ મળી રહે તે માટે આગામી એપ્રિલ દરમિયાન ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવશે. એમ દાહોદ જિલ્લા સંકલન સમિતિની યોજાયેલી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર જે.એમ.લુણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાના હોઇ માર્ચ ૧ર સુધીમાં પોતાના વિભાગ પાસેથી લક્ષ્યાંકો મેળવી અત્યારથી જ કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિકાસના કામો જેવા કે રસ્તા, પીવાના પાણી માટેના હેન્ડ પંપો, વીજળીકરણ, પશુપાલન, ખેતીવાડી તેમજ દાહોદ જિલ્લા મથકે આવેલા ચાકલીયા રોડ પર બનાવેલા અંડરબ્રીજમાં લીકેજ થતું પાણી અટકાવવા તેમજ દુધીમતી નદીનું શુદ્ધીકરણ કરવા અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

સમિતિની બેઠક અંતર્ગત મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ કરવા જવાબદાર અધિકારીઓને અધ્ય-ો સુચના આપી હતી અને બાકી રહેલા પ્રશ્નોનો ટુંક સમયમાં નિકાલ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નાગરીક અધિકારી પત્ર, પડતર તુમારો, પેન્શનકેશ, કચેરીઓની પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, વસૂલાત વગેરે પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદ ડૉ.પ્રભાબેન તાવીયાડ, ધારાસભ્ય બચુભાઇ કિશોરી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.વિક્રાંત પાંડે અધિક કલેક્ટર જે.કે.ગઢવી, પ્રાયોજના વહીવટદાર માલવીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાનિયામક મોદી, પ્રાંત અધિકારીઓ તથા સંબધિત જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.