Latest News Dahod Latest News Feed Video News

  Latest News - Dahod In courtesy of 
જિ. પંચાયત બેઠક દીઠ સદભાના ઉપવાસ કરવા કલેક્ટરનું સૂચનBack to News Index 
દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કલેક્ટરે આહવાન કરતાં ભાજપના સભ્યોની સંમતિ

દાહોદ જિલ્લામાં સદભાવના મિશનનું આયોજન તા.૪થી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. તેની સાથે જ જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠક દીઠ સદભાવના ઉપવાસના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવા કલેક્ટરે સામાન્ય સભામાં સુચનો કર્યા હતા.

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દરેક જિલ્લામાં જઇ એક દિવસના સદભાવના ઉપવાસ કરે છે અને તેની સાથે જ ઉપવાસમાં કેટલાંય લોકો જોડાય છે. દાહોદ જિલ્લામાં સદભાવના ઉપવાસઆગામી તા. ૪ ફેબ્રુઆરી શનિવારના રોજ દાહોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાનાર છે. જિલ્લામાં આ કાર્યક્રમની તંત્ર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ નેતાઓમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. તેવા સમયે તા.૨૪ જાન્યુઆરીના રોજ દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી.

આ સામાન્ય સભામાં દાહોદનાં કલેક્ટર જે.એમ.લુણી સદભાવના મિશનનાં કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી જરૂરી સુચનો આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દાહોદ જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયતની બેઠક દીઠ મુખ્ય મંત્રીના ઉપવાસ કાર્યક્રમ પહેલાં કોઇ એક ગામ પસંદ કરી તે ગામમાં સદભાવના ઉપવાસનું આયોજન કરવા જણાવ્યું હતું. જેમાં ૪ થી પ હજાર લોકો એકઠા કરી ઉપવાસ કાર્યક્રમ યોજી મુખ્ય મંત્રીના સદભાવના ઉપવાસ કાર્યક્રમનો હેતુ જણાવવા અનુરોધ કરાયો હતો.

વિપક્ષે વિરોધ કર્યો

કલેક્ટર જે.એમ. લુણીએ ઉપવાસના કરેલા સુચનનો વિપક્ષી નેતા કનૈયા લાલ કિશોરીએ વિરોધ કરી જણાવ્યું હતું કે અમારૂં આ બાબતમાં કોઇ સમર્થન નથી અને અમે આવું કોઇ આયોજન કરવા માંગતા નથી. જો કે કલેક્ટરે તેમને સદભાવના મિશનનો હેતુ સમજાવવા પ્રયત્ન કર્યો હતો.