Latest News Dahod Latest News Feed Video News

  Latest News - Dahod In courtesy of 
દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂ જપ્ત: મહિલા ફરારBack to News Index 
- કતવારા, ખંગેલા અને રામપુરમાં દરોડા: ત્રણ સામે ગુના
- ફરાર બૂટલેગરે ફેંકેલા થેલામાંથી દારૂનાં ૧૬ ક્વાર્ટરિયાં મળ્યાં


દાહોદ જિલ્લાના કતવારા, ખંગેલા અને રામપુર ગામેથી ૨૯ હજાર રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ફરાર થઇ ગયેલી એક મહિલા બૂટલેગર સહિત ત્રણ સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્તજાણકારી અનુસાર દાહોદ તાલુકાના મોટી ખરજ ગામનો ભુપેન્દ્ર બદિયા ભાભોરને શંકાના આધારે બપોરના એક વાગ્યાના અરસામાં રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભુપેન્દ્ર તેની પાસેનો થેલો ફેંકીને ફરાર થઇ ગયો હતો. પોલીસની તપાસમાં થેલામાંથી બીઅરની પાંચ અને દારૂના ૧૬ ક્વાર્ટર મળી આવ્યા હતાં.

પોલીસે ૧૩૦૦ની કિંમતનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ધાનપુર તાલુકાના રામપુર ગામે મસુરીબહેન મેડાના ઘરમાં પણ છાપો મારતાં ૨૪૦૦ રૂપિયાના વિદેશી દારૂના ૪૮ ક્વાર્ટરિયા મળી આવ્યા હતાં.

તેવી જ રીતે ખંગેલા ગામના ધેડ ફિળયાના રહેવાસી મહેશ જામકા મેડા પણ થેલા ફેંકીને ફરાર થઇ ગયો હતો. તેના કબજાના થેલામાંથી પણ પોલીસને બિઅરની ૨૨૮ અને વ્હીસ્કીની ૪૮ બોટલો મળી આવી હતી. પોલીસે ૨૫,૨૦૦ રૂપિયાનો જથ્થો જપ્ત કરીને તેની શોધખોળ આદરી છે.