Latest News Dahod Dahod-PMS News Feed Video News

  Latest Headlines In courtesy of 

સાવધાન Gold Lovers, આવી ગયા છે તમને ચૂનો ચોપડનાર!

દાહોદ જિલ્લામાં અસલી સોનાના નામે બનાવટી સોનું વેચવા નીકળેલી પરપ્રાંતીય ટોળકીના છ લોકોને પોલીસે ચાકલિયા ગામમાં ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી સોના જેવી જ લાગતી ૧ કિલો ૬૨૦ ગ્રામ ટીકડીઓ, એક સોનાની લગડી, જીપ તેમજ મોબાઇલ મળીને ૨,૦૭,૬૭૨ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઠગ ટોળકીએ કેટલા લોકોને અસલીના...

1 month ago
દાહોદમાં આતે શું થઈ ગયું, કે લોકો રોષે ભરાયા!
દાહોદના ગોવિંદ નગર વિસ્તારમાં ઘણે ઠેકાણે અઠવાડિયાથી અતશિય ડહોળુ પાણી આવતાં રોગચાળાનો ભય ફેલાયો છે. પાલિકા તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ મામલે સત્વરે પગલાં ભરવા પ્રજાના હિતમાં છે. દાહોદના ગોવિંદ નગર તેમજ અંંકુર સોસાયટીમાં એક મહિના પહેલાં ગંદા પાણીના કારણે કેટલાયે રહીશો કમળા કે પિળીયાનો ભોગ બનતાં યુદ્ધના ધોરણે...
1 month ago
દાહોદમાં ૪ દિવસમાં અધધધ ૨૦૦ દબાણોનો થયો સફાયો
દાહોદ શહેરમાં ગુજરાત સ્થાપના દિન ૧મેની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે.તેના પગલે દાહોદ પાલિકા દ્વારા પાછલા ત્રણ દિવસોથી શહેરના રાજમાર્ગો પર બેસતા પથારાવાળા, લારી ગલ્લા સહિત ૨૦૦ જેટલા દબાણો હટાવાયા હતા. સાથે ૧૦૦૦ કિલો સડેલા ફળ ફળાદી તેમજ સાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો.બે વેપારીઓને ત્યાથી સીંગતેલના નમુના પણ લેવામાં આવ્યો...
1 month ago
ભારે કળિયુગ... દાહોદના જૈન મંદિરમાંથી પ્રભુની પ્રતિમા ચોરાઇ
ઝાલોદ નગરમાં આવેલા જૈન મંદિરને નિશાન બનાવીને રાતના સમયે તસ્કરો તેમાં વિરાજીત પંચધાતુની પ્રતિમા તેમજ રોકડા રૂપિયા મળીને કુલ ૧૦ હજારથી વધુ કિંમતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. મંદિરમાં ચોરી થવાની આ ઘટના નગરમાં ચર્ચાનો વિષય બની હતી. ઉપરાંત આ ચોરીથી જૈનબંધુઓમાં રોષની લાગણી ફેલાઇ...
1 month ago
દાહોદમાં ગુનેગારને પકડવા રેલી
દાહોદ પાલિકાના સુધરાઇ સભ્ય ઉપર જાનલેવા હુમલો થતાં તે હાલ વડોદરાના દવાખાનામાં સારવાર હેઠળ છે. ગુરુવારના રોજ આ બાબતે દશાનીમા વણિક સમાજે વિરોધ પ્રગટ કરી હાથમાં બેનરો લઇ શહેરના રાજમાર્ગો પર મૌન રેલી કાઢી હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જિલ્લા પોલીસ વડા તેમજ મામલતદારને આવેદન આપી...
1 month ago
દાહોદના ૨૩ રેલ કર્મચારીઓની બદલી બાબતે આક્રમક વિરોધ
દાહોદ શહેરના રેલવે કારખાનાના વીસ ટેકનિશિયન અને ત્રણ ખલાસીની ભાવનગર બદલી કરી દેવાના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સીડબલ્યૂએમને આવેદન આપવામાં આવ્યું હતું. જો બદલીનો આદેશ પાછો નહીં ખેંચાય તો વર્કશોપના ગેટ સામે જ ૧૮મી તારીખથી ક્રમિક ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દાહોદના રેલવે કારખાનામાં હાલમાં ૨૦૬૨...
1 month ago
નવવધૂને પરણી આવતા વરરાજા સાથે સર્જાયા ફિલ્મી દ્રશ્યો

ગરબાડાના પાટીયા ગામની ઘાટીમાં પત્નીને તેડી પહેલુ આણું કરી પરત જતા વરરાજાને તેના જ ગામના કેટલાંક લોકો દ્વારા માર મારી રૂપિયા એક લાખ ઉપરના મુદ્દામાલની લૂંટ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સંદર્ભે કુલ ૧૫ શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા...

1 month ago
દાહોદના રેલવે કારખાનામાં ૫૦ ફૂટ ઊંચેથી પડતાં યુવકનું મોત
દાહોદ શહેરમાં આવેલા રેલવે કારખાનામાં મેમુ વિભાગના શેડ બદલવાની કામગીરી દરમિયાન ૫૦ ફૂટ ઊંચેથી પટકાયેલા યુવકનું સારવાર મળે તે પહેલાં જ મોત થઇ ગયું હતું. આ બનાવથી કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી હતી. દાહોદના રેલવે કારખાનામાં શેડ બદલવાની કામગીરી કોન્ટ્રાકટ...
1 month ago
દાહોદનાં ૧૧ ગામમાં ચોર-લૂંટારાનો આતંક
દાહોદ જિલ્લામાં એક જ રાતમાં પાંચ ગામોમાં લાખો રૂપિયાના મુદ્દામાલની લૂંટ, ચોરી અને એક હત્યા કરીને ચોર લૂંટારુઓએ હાહાકાર મચાવ્યો હતો. જેમાં રેબારી ગામે કેટલાંક ઘરોમાથી લૂંટફાટ સાથે એક વૃદ્ધની ઘાતકી હત્યા પણ કરી દીધી હતી. જ્યારે મારગાળા, હિંગલા તેમજ આફવા ગામે એક યુવકને તલવાર મારીને ઘાયલ કરીને પાંચ ઘરોને...
1 month ago
લીમખેડાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓની જ પાંખી હાજરી
લીમખેડા તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો શનિવારે યોજાયો હતો. જેમાં ૧ર હજાર લાભાર્થીઓએ જુદી જુદી યોજનાઓ અંતર્ગત ૨૦ કરોડથી વધુ રકમની સહાય ચુકવવાનું આયોજન હાથ ધરાયું હતું. પરંતુ ગરીબ કલ્યાણ મેળામાં માંડ બે હજાર જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેતાં સહાય ચુકવવા માટે આવેલા નેતાઓ તથા સરકારી તંત્ર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. લીમખેડા...
1 month ago
જૈન ભગવતી દીક્ષા અંગિકાર કરનારા દીક્ષાર્થીની શોભાયાત્રા
દાહોદ શહેરમાં પાછલા નવ માસથી ટ્રેનિંગ લઇ રહેલા લોક રક્ષકોનો સોમવારે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તાલીમાર્થીઓને બ્લેક બેલ્ટ અર્પણ કરાયા હતાં. સાથે ટ્રેનિંગ દરમિયાન ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા લોક રક્ષકોને શિલ્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતાં. ટ્રેનિંગ પૂર્ણ થતાં તેમને વિવિધ પોલીસ મથકોમાં પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું હતું. ...
1 month ago
દાહોદમાં ઠંડાં પીણાંના સેમ્પલ ચકાસણી માટે લેવાયાં
દાહોદમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પેપ્સી કંપનીના ત્રણ પ્રકારના ઠંડા પીણાં અને આ જ કંપનીના પીવાના પાણીના નમુના લઇ ચકાસણી માટે કોઇ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.શહેરમાં ઉનાળાની તુને ધ્યાનમાં લઇને આવી કાર્યવાહી કરાતાં ચર્ચાનો વિષય ઉભો થયો છે.ત્યારે એકાએક તંત્ર એકશનમાં આવતાં કેટલાક વિક્રેતાઓમાં ખળભળાટ મચી ગયો...
1 month ago
« Prev Page    Page: 2 of 86    Next Page »