Latest News Dahod Dahod-PMS News Feed Video News

  Latest Headlines In courtesy of 

સુખસરના ભક્તો શિરડીમાં લુંટાયા
ફતેપુરા તાલુકાના સુખસર નજીકના ભક્તો શિરડી દર્શનાર્થો ગયા હતા. જ્યાં રાત્રીના સમયે આઠથી દસ જેટલા લૂટારુઓએ સુમો ગાડીમાં સુઇ રહેલા ચાલકને ઉઠાડીને રિવોલ્વર બતાવી નાણાં કાઢી લીધા હતા. ત્યાર બાદ સુમો ગાડી પણ લૂંટીને ભાગી છુટ્યા હતા. આ બાબતે સુમો માલિક મેહુલ પરમારે રાહતા(મહારાષ્ટ્ર) પોલીસ મથકે બનાવ સંબંધે ફરિયાદ નોંધાવી...
2 weeks ago
નાઈજિરિયામાં ત્રાસવાદીઓનો ખૂની ખેલ, ભોગ બન્યો ગુજરાતી

નાઈજિરિયામાં ધંધા અર્થો ગયેલા ગુજરાતી યુવાનનું સિરિયલ બ્લાસ્ટમાં મોત  નિપજ્યું હોવાના અહેવાલ છે. દેવગઢ બારિયાનો વતની કેવલ રાજપુત નાઈજિરિયાના કાનો શહેરમાં ડ્રાઈવીંગનું કામ કરતો હતો. કેવલ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, સમાચાર સંસ્થા આઈએએનએસના અહેવાલ મુજબ આ યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ દેવગઢ બારિયામાં થતાં જ તેના પરિવાર...

2 weeks ago
સ્વ. હોમાઈ વ્યારાવાલાને શહેરીજનોએ શ્રદ્ધાંજલિ આપી
ભારતના પહેલા મહિલા ફોટો જર્નલિસ્ટ સ્વ.હોમાઈ વ્યારાવાલાની શોકસભા રવિવારે સાંજે પારસી પંચાયત ખાતે યોજાઈ હતી. પારસી પંચાયતના સભાખંડમાં યોજાયેલી આ સભામાં પ્રાર્થના કરાયા બાદ એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના ફોટોગ્રાફી કારકિર્દીના વિવિધ પ્રસંગો વિશે કેટલાક ઉપસ્થિતોએ જાણકારી આપી હતી. આ શોકસભામાં પોલીસ કમિશનર સતીષ...
2 weeks ago
મેલણિયામાં ફીલાઇટ પથ્થરો ઉલેચવાનું કૌભાંડ
પંચમહાલની પુર્વપટ્ટીમાં અઢળક કુદરતી ખનીજ ભંડારાયેલું છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાની પુપુર્વપટ્ટીમાં પણ ખનીજ છે. પરંતુ સરકારી તંત્રની રહેમ નજર હેઠળ જ ખનીજ માફીયાઓ કાયદાની આંખમાં ધુળ નાંખીને બેફામ પણ ચોરી કરી રહ્યાં છે.જિલ્લાની પુર્વપટ્ટીમાં ડૉ.લોમાઇટ સહિત રેતીની બેફામ પણ ચોરી થઇ રહી છે. જોકે ખાણ ખનીજ વિભાગ દ્વારા...
2 weeks ago
કોંગ્રેસનું મોદીને સમર્થન! ગુજરાતમાં ક્યાં બની 'દૂર્લભ' ઘટના?

દાહોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા સોમવારે બપોરે કચેરીના  સભાખંડમાં મળી હતી.  આ સામાન્ય સભાના એજન્ડામાં કુલ પાંચ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીના સદભાવના મિશન કાર્યક્રમને દાહોદ તાલુકા પંચાયતના સમર્થન આપવા બાબતનો મુદ્દો પણ સામેલ હતો. ત્યારે જિલ્લામાં એક માત્ર કોંગ્રેસશાસિત તાલુકા પંચાયતે પણ સદભાવના મિશનને  સમર્થન આપતાં હવે...

3 weeks ago
લીમખેડામાં ૩૮ લાખનાં કામોનું લોકાર્પણ
લીમખેડા તાલુકા મથકે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૩૮.પપ લાખના ખર્ચે ૩૦૧ વિકાસ કાર્યો નું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકા મથકે ૬૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકામાં રસ્તા, શિક્ષણ સુવિધા, કૃષિ, આરોગ્ય, પાણી પુરવઠા, વીજળી કરણ, સહિતની...
3 weeks ago
જિ. પંચાયત બેઠક દીઠ સદભાના ઉપવાસ કરવા કલેક્ટરનું સૂચન
દાહોદ જિલ્લામાં સદભાવના મિશનનું આયોજન તા.૪થી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. તેની સાથે જ જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠક દીઠ સદભાવના ઉપવાસના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવા કલેક્ટરે સામાન્ય સભામાં સુચનો કર્યા હતા. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દરેક જિલ્લામાં જઇ એક દિવસના સદભાવના ઉપવાસ કરે છે અને તેની સાથે જ ઉપવાસમાં કેટલાંય...
3 weeks ago
આ રીતે બનાવાતું હતું નકલી ઘી, બેની ધરપકડ

દાહોદ શહેરમાં બનાવટી ઘીને ચોખ્ખા ઘીમાં ખપાવી વેચાણ કરવામાં આવતાં હોવાના કૌભાંડનો પદeાફાશ થયો હતો. એલસીબી પોલીસે મંડાવાવ રોડ વિસ્તારમાં દરોડો પાડીને ઘી બનાવતી ફેકટરી જ ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો હતો. સાથે દોલત ગંજ બજારમાં એક વેપારીને ત્યાં વેચવા માટે મુકેલા બનાવટી ચોખ્ખા ઘીના ૮૧ ડબ્બા અને ગોડાઉનમાંથી વધુ...

3 weeks ago
લીમખેડાના પશુચિકિત્સક ૧પ૦ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા
લીમખેડાના પશુચિકિત્સકે પશુપાલકના બળદની સારવાર માટે ૧પ૦ રૂપિયા લીધા હતા. તેઓએ નાણાં બદલ કોઇ પહોંચ કે રસીદ પાઠવી નહોતી તે દરમિયાન દાહોદ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ દરોડો પાડી પશુચિકિત્સકને ઝડપી પાડ્યા હતા. તેમજ તેમની પાસેથી પૂરેપૂરા દોઢસો રૂપિયા પણ પરત મેળવ્યા હતા. લાંચ રૂશ્વત શાખાના પો.ઇન્સપેકટરે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો...
3 weeks ago
દાહોદ જિલ્લામાં એપ્રિલ માસમાં ગરીબ કલ્યાણ મેળાનાં આયોજન
અતિ પછાત ઉંડાણવાળા છેવાડાના વિસ્તારમાં વસતા કુટુંબોને વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ હાથોહાથ મળી રહે તે માટે આગામી એપ્રિલ દરમિયાન ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવશે. એમ દાહોદ જિલ્લા સંકલન સમિતિની યોજાયેલી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર જે.એમ.લુણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાના...
3 weeks ago
દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂ જપ્ત: મહિલા ફરાર
દાહોદ જિલ્લાના કતવારા, ખંગેલા અને રામપુર ગામેથી ૨૯ હજાર રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ફરાર થઇ ગયેલી એક મહિલા બૂટલેગર સહિત ત્રણ સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્તજાણકારી અનુસાર દાહોદ તાલુકાના મોટી ખરજ ગામનો ભુપેન્દ્ર બદિયા ભાભોરને શંકાના આધારે બપોરના એક વાગ્યાના અરસામાં...
3 weeks ago
દાહોદમાં ૭૧પ બાળકોએ ચિત્ર સ્પર્ધામાં એક્સાથે ચિત્રો દોર્યા
દાહોદ શહેરમાં ગાંધી કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કથા નારાયણભાઇ દેસાઇ દ્વારા થનાર છે.ત્યારે તે પૂર્વે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં નારાયણભાઇએ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે ગાંધીજી પ્રજાના પ્રતિનિધિ હતા.હાલના રાજકારણીઓ રાજાના પ્રતિનિધિ છે.નારાયણભાઇએ પોતાના વિચારો તેમજ ગાંધીજીના સમયની ઘણી યાદો વર્ણવી હતી.દાહોદમાં તેમના દ્વારા ૯પમી ગાંધી કથા યોજાઇ...
3 weeks ago
« Prev Page    Page: 1 of 73    Next Page »