Discussions
  Discuss Everything About Our Lovely City Dahod Here.
Post New Topic
Home » Discussions » સોસીયલ બેન્કિંગ એટલે ...... "ચાંદલાવિધી"
 
સોસીયલ બેન્કિંગ એટલે ...... "ચાંદલાવિધી"
Created By: nikunj [7 months ago] 3 comments | 2842 views
ગોધરા : આધુનિક સમયમાં બેન્કિંગની આધુનિક સુવિધાના કારણે એ.ટી.એમ . (ATM) થી આંગળીના ટેરવે બેન્કિંગ વ્યવહારો થઇ રહ્યા છે. ત્યારે પંચમહાલ - દાહોદ જીલ્લાના આદિવાસી સમાજમાં વર્ષોથી પરંપરાગત રીતે સામાજિક રીતે નાણાકીય વ્યવસ્થા કરતી "ચાંદલાવિધી" ના નામે ઓળખાતી સોસીયલ બેન્કિંગ પ્રથા અસ્તિત્વ ધરાવે છે. જેમાં સમાજના કોઈપણ વ્યક્તિને નાણાકીય જરૂરિયાત ઉપસ્થિત થાય તો આ "ચાંદલાવિધી" તરીકે ઓળખાતી સામાજિક બેન્કથી નાણકીય વ્યવસ્થા થઇ શકે છે.
પંચમહાલ તેમજ દાહોદ જીલ્લાના ગરમીન આદિવાસી સમાજમાં વરસોથી પમ્પરાગત રીતે "ચાંદલાવિધી " તરીકે ઓળખાતી પ્રથા અસ્તિત્વ ધરાવે છે. જેમાં સમાજના કોઈપણ વ્યક્તિને લગ્ન કે અન્ય કોઈ પણ પ્રસંગ માટે કે કોઈપણ જરૂરિયાત માટે નાણાંની જરૂર પડે તો તે વ્યક્તિ જે તે દિવસ નક્કી કરી સારું મૂહર્ત કઢાવી પોતાના ઘરે "ચાંદલાવિધી" યોજે છે. જેમાં સમગ્ર સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવે છે. "ચાંદલાવિધી" યોજનાર મુખ્ય વ્યક્તિ સમાજના લોકોની વચ્ચે બેસી "ચાંદલાવિધી" યોજવાનું પ્રયોજન જણાવે છે, તે અનુસાર તેના ઘરે એકત્રિત થયેલા સમાજના લોકો,સગાવ્હલા સૌ પોતાની ક્ષમતા અનુસાર ૧૦૦ રૂપિયાથી માંડી ને ૫૦,૦૦૦/- રૂપિયાની રકમ તે વ્યક્તિના માથે ચાંદલો કરી તે વ્યક્તિના હાથમાં મુકે છે. આમ તે વ્યક્તિ પાસે જરૂરી નાણાં એકઠા થાય છે.
આધુનિક બેન્કિંગ વચ્ચે પંચમહાલ અને દાહોદના ગ્રામીણ આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે ચાલતી "ચાંદલાવિધી" ની પ્રથા સોસીયલ બેન્કિંગનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે તેનાથી ગ્રામીણ આદિવાસી લોકોને બેન્કોના ચક્કર કાપવા પડતા નથી. તેમજ વ્યાજખોરોને ઊંચું વ્યાજ પણ ચુકવવું પડતું નથી. જરૂરિયાતના સમયે સમગ્ર સમાજ એક-મેકને પડખે ઉભો રહેતો હોઈ સામાજિક સદભાવ પણ ઉભો થાય છે.

Post New  Comments
 
7 months ago
sachin wrote:
Nice... Thanks 4 sharing.
 
7 months ago
vishalkishori wrote:
thanks
and 100 % true
its our culture
n we proud of it
 
7 months ago
mukeshkatara wrote:
સાચી વાત છે ભાઈ
 
 
  Post New Comment

Kindly Login or Register to access this area !